પેલી નજરે વૃક્ષ ત્રણ મોઢા વાળો સાપ દેખાયો ! પરંતુ હકીકત જુદી હતી? જુવો વિડીઓ
અત્યાર ની દુનિયામાં આપણે જે કઈ જોઈએ છીએ, તેવું સાચું માની લેવામાં આવતું નથી. એટલે તો અંગ્રેજી માં એક કહાવત છે “ડોન્ટ જજ અ બુક બાય ઇટ્સ કવર” એટલે કે બુક નું કવર જોઈ ને બુક વિષે અંદાજો ન લગાડો બુક પૂરી વાચો. ઘણી વાર આંખોએ જોયેલી વસ્તુમાં પણ ભ્રમ હોઈ છે. જે ભ્રમ ઘણી વખત મુશ્કેલીઓ ઉભી કરી આપે છે. અને ઘણી વખત એ મુશ્કેલી ના લીધે બીજા લોકો આપણો ફાયદો પણ ઉઠાવી લેતા હોઈ છે.
તેવીજ વાત કરીએ તો જંગલ માં રહેનારા પશુ પક્ષીઓ કે જે જંગલની પ્રકૃતિ માં રહીને એટલા તેમાં ભળી જતા હોઈ છે કે આપણે સામાન્ય માણસો તેને ઓળખી શકતા નથી. તેવા જ એક ત્રણ મોઢા વાળા સાપ ના ફોટા હાલ સોશ્યલ મીડિયા પર ખુબજ ફેલાઈ રહ્યા છે. આ જોઈ લોકો ખુબજ આશ્ચર્ય માનતા હોઈ છે, કારણકે આપણે ફક્ત એક જ મોઢા વાળો સાપ જોયેલો.
સત્ય હકીકત ની જાણ થતા ઉપરોક્ત જે ફોટો કે જેમાં આપણે ત્રણ મોઢા વાળો સાપ જોઈએ છીએ, તે ત્રણ મોઢા વાળો સાપ નથી, તેનું નજીકથી નિરીક્ષણ કરતા જાણવા મળેલ કે આ એક અજીબ જાતનું પતંગયુ છે, કે જે પતંગયા ઓની જાતમાં સૌથી ઉંચી જાત માનવામાં આવે છે. અને તેનું નામ એટાકસ એટલસ થી ઓળખાય છે,આપણે જણાવીએ કે આ એટાકસ એટલસ નામ પતંગીયા ની એક ખાસિયત છે, કે જયારે પણ એ પતંગીયા ને પોતાનો જીવ જોખમ માં લાગે ત્યારે તે પતંગયુ ઉપર દર્શાવેલ સાપ જેવો મોઢું કરી તેની પાંખો હલાવા લાગે છે, તેના કારણે શિકારી ને એવું લાગે છે, કે ત્યાં સાંપ છે, અને તે શિકારી ડરી જાય છે.
ઉપરોક્ત ત્રણ મોઢા વાળા સાપના ફોટા એક ટ્વીટર એકાઉન્ટ કે જેનું નામ @Thegallowboob એ પોતાના એકાઉન્ટ દ્વારા ઉપરોક્ત ફોટા માં નીચે કેપ્શન કરીને લખેલ હતું કે, અને તેના વિષે તેણે થોડી માહિતી આપેલ હતી, એટાકસ એટલસ દુનિયા ની સૌથી મોટા પતંગીયા માની એક જાતી છે. તે ફક્ત બે અઠવાડિયા જ જીવી શકે છે. તેના ફક્ત બેજ કાર્યો હોઈ છે, ઈંડા મુકવા અને પોતાના રક્ષણ માટે સાપ ની જેવી પાંખો કરવી. આ જીવ એટાકસ એટલસ કે જે એશિયા માં જોવા મળે છે.